Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ નગરમાં ગતરોજ રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

ડભોઇ નગરમાં રામ નવમીના પાવન અવસરે હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ડભોઇ નગરના મધ્યમાં આવેલ પૌરાણિક શ્રી રામજી મંદિર, વકીલ બંગલા નજીકથી પ્રારંભ થઈ હતી.

શોભાયાત્રા રબારી વાગા, પંચેશ્વર મહાદેવ, કુંભારવાગા, વડોદરી ભાગોળ તેમજ ટાવર ચોક જેવા વિસ્તારોમાંથી પસાર થઈને ફરી વકીલ બંગલા પાસે આવેલ પૌરાણિક શ્રી રામજી મંદિરે પહોંચી હતી. સમગ્ર યાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને જય શ્રી રામના નાદોથી નગર ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રાના સમાપન પ્રસંગે મંદિરમાં આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. આરતી બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ આયોજનથી નગરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો અને ભક્તિભાવ સાથે રામ નવમીનો પર્વ ઉજવાયો હતો

Related posts

વડોદરા શહેરમાં SIR મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, 30થી વધુ કાર્યકરોની અટકાયત

admin

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડભોઇમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્દઘાટન કરી વિદ્યારંભ કરાવ્યો

admin

કેનાલમાં નાહવા પડેલા બે મિત્રો પૈકી એકનું ડૂબી જતાં મો-ત

admin

Leave a Comment