વડોદરાના આજવા રોડ ખાતે પંચમબ્લોશમ, પાંજરાપોળ ન્યુ કારેલીબાગ ખાતે વડોદરા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા નવરાત્રી મહોત્સવમાં 25 હજાર ગરબા ખલૈયાઓ એકસાથે ગરબા રમી શકે તેવું મેદાન સુશોભિત કરવામાં આવ્યું છે.સાથે સાથે ખેલૈયાઓને રમતા જોવા માટે 20 હજાર લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખેલૈયાઓને તેમજ જોવા આવનાર રસિકો માટે ફુડ કોર્ટની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.પાર્કિંગની વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવી છે. વડોદરામાં સૌથી ઓછા ભાવે મેલ અને ફિમેલ ના ગરબા રમવાના પાસીસ રાખવામાં આવ્યા છે. વડોદરા નવરાત્રી મહોત્સવમાં ગરબાની રમઝટ એસ. કુમાર મ્યુઝીકલ ગૃપના ધવલ મંડેરા અને વનીતા શર્મા બોલાવશે. તેમની સાથે તેમનું કલાવૃંદ મ્યુઝીકની મઝા મણાવશે.સાથે સુપ્રસિદ્ધ હિન્દુસ્તાની ભાઉ, તારક મહેતાની ટીમ, દેવાયત ખવડ તેમજ તેમના સાથી કલાકાર વિવેક સાંચલા આ નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબાની મુલાકાત લેશે અને ગરબા રસિકો સાથે ગરબાની રમઝટ બોલાવશે.

