35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી માથા વગરનો ડીકમ્પોઝ થઇ ગયેલ મૃતદેહ મળી આવતાં ખળભળાટ

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી આજે બપોરે એક અજાણ્યો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. વિશ્વામિત્રી નદીમાંથી મળેલ મૃતદેહ સંપૂર્ણપણે ડીકમ્પોઝ થયેલ હાલતમાં હતો અને તેની હાલત ખૂબ જ નાજુક હતી. ખાસ કરીને મૃતદેહનું માથું ગાયબ હોવાના કારણે ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
વિશ્વામિત્રી નદીમાં તરતો મૃતદેહ સ્થાનિક લોકોએ સૌથી પહેલા જોયો હતો. તીવ્ર દુર્ગંધ આવતાં લોકોનું ધ્યાન આ દિશામાં ગયું હતું અને ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મૃતદેહને બહાર કાઢ્યો હતો.

પ્રાથમિક તપાસ મુજબ મૃતદેહ ઘણાં દિવસોથી પાણીમાં પડેલો હોવાની શક્યતા છે. જેના કારણે મૃતદેહ ડીકમ્પોઝ
થઇ ગયેલી હાલતમાં હોય ઓળખ કરવી મુશ્કેલ બની છે. પોલીસે હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે મૃતદેહની ઓળખ કરવા તથા ઘટનાની હકીકત બહાર લાવવા માટે તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારોમાં ગુમ થયેલા વ્યક્તિઓ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. મોતના કારણ અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી.

અધિકારીઓનું માનવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાઓના આધારે જ મોતનું કારણ અને ઘટનાના પરિસ્થિતિઓ સામે આવશે. આ ઘટનાએ સમા વિસ્તારમાં ચકચાર મચાવી છે.

Related posts

જન્મ મરણ તેમજ લગ્ન નોંધણીના દાખલા વોર્ડ ઓફિસ ઝોન ઓફિસ અર્બન હેલ્થ સેન્ટરમાંથી આપવા તેમજ નાની મોટી ભૂલો સુધારી આપવા બાબતે મેયર ને આવદેનપત્ર આપી રજુઆત કરી હતી

admin

આજથી કરુણા અભિયાન : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે 7 ટીમ કાર્યરત

admin

ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા વડોદરા શહેર રેસકોર્સ ખાતે આવેલ ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે જન આક્રોશ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

admin

Leave a Comment