30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
બોટાદબોટાદ જિલ્લો

બોટાદ જિલ્લાના સાંકરડી ગામ પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

પાળીયાદ-રાણપુર હાઈવે ઉપર મોડી રાત્રે કરૂણાંતિકા સર્જાઈ,અકસ્માતમાં લોકોની ચીચીયારીથી હાઇવે ગુંજી ઉઠ્યો

સાંકરડી ગામ પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો,3 લોકોના ઘટના સ્થળે મોત,20 લોકો ઘાયલ

રાણપુર તાલુકાના ઉમરાળા ગામની રત્ન કલાકાર મહીલાઓ બે દિવસના પ્રવાસે ગઈ હતી.પ્રવાસ કરી પરત ફરતા સમયે પોતાના ગામ પાસે જ અકસ્માતનો ભોગ બન્યા…

બોટાદ જિલ્લાના પાળીયાદ-રાણપુર હાઈવે ઉપર સાકરડી ગામ પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.આ ગમખ્વાર અકસ્માત માં મૃતકોમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામના વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુધાભાઈનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાળીયાદ અને બોટાદની હોસ્પિટલમાં મોકલી દેવાયા છે.પ્રાથમિક માહિતી અનુસાર લક્ઝરી બસમાં 50 થી 60 જેટલા લોકો સવાર હતા.આ બસમાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામની રત્નકલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસે ગઈ હતી અને પરત ફરી રહી હતી ત્યારે સાંકરડી ગામ પાસે અકસ્માત નો ભોગ બન્યા હતા.
પ્રવાસ પરથી પરત ફરતી વખતે સાકરડી રોડ પર ઉભેલા એક ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો.રાણપુર તાલુકાના ઉમરાળા ગામની રત્ન કલાકાર મહીલાઓ બે દિવસના પ્રવાસે ગઈ હતી ત્યારે પ્રવાસ કરી પરત ફરતા સમયે પોતાના ગામ પાસે જ અકસ્માતનો ભોગ બન્યા હતા.આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ,108 એમ્બ્યુલન્સ ની ટીન ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી….

Leave a Comment