Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી નગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા માનવતા ભર્યો પ્રયાસ

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા અને સાવલી તાલુકા અને નગર ભાજપ સંગઠન દ્વારા ચકલીઓના સંરક્ષણ માટે માનવતાભર્યો પ્રયાસ

સાવલી ના જુના બસ સ્ટેન્ડ ની સામે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા પક્ષીઓને ઉનાળામાં પાણીની તંગી ન પડે તે હેતુથી પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો. ગરમીના સમયમાં પક્ષીઓને સરળતાથી પાણી મળી રહે તે માટે આ પહેલ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ દ્વારા લોકોને પોતાના ઘરઆંગણે અથવા આસપાસના વિસ્તારોમાં પાણીના કુંડા મૂકવા માટે પ્રેરણા આપવામાં આવી હતી, જેથી ચકલી સહિતના નાના પક્ષીઓનું સંરક્ષણ થઈ શકે.સ્થાનિક કાર્યકરો અને નાગરિકોએ પણ આ અભિયાનને સારું પ્રતિસાદ આપ્યો હતો અને વધુમાં વધુ લોકો જોડાઈ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે તેવી અપીલ કરવામાં આવી હતી.

Related posts

ONGC ટેરિટોરિયલ આર્મીની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી

admin

ડભોઈ થરવાસા ચોકડી નર્મદા મેઈન કેનાલ જંગલી ઝાડી-ઝાંખરાના ભરડામાં ખેડૂતોને શિયાળુ પાકનું જોખમ..

admin

ડભોઇ-સીરોલા મુખ્ય માર્ગ અડધો કિલોમીટરનો અધૂરો રસ્તો બન્યો

admin

Leave a Comment