27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકાના લગામી ગામે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું

છોટાઉદેપુર તાલુકાના લગામી ગામે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, ખૂબ મોટી સંખ્યામાં આસપાસના આદિવાસી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

છોટાઉદેપુર તાલુકાના લગામી ગામે છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને આદિવાસી સમાજના આગેવાન રાજેશભાઈ રાઠવા દ્વારા સમસ્ત આદિવાસી સમાજ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયત કાર્યક્રમમાં સરપંચો જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો આદિવાસી સમાજના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મહા પંચાયતમાં સામાજિક દુષણો દૂર કરવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજમાં શિક્ષણની ગુણવત્તાની સુધારણા માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા અને આયોજન કરાયું હતું. આદિવાસી સમાજમાં સ્વાસ્થય ગુણવત્તાની સુધારણા માટે વિવિધ મુદ્દાઓને ચર્ચા અને આયોજન પણ કરાયું હતું. સાથે સાથે છોટાઉદેપુર તાલુકામાં આદિવાસી સમાજની મંડળ રચના માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુરમાં માર્ગ સલામતી અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી

admin

ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમ પહેલાં નસવાડીમાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

admin

સરકારી સાયકલ હાટ બજારમાં વેચાતી હોવાનો વિડિઓ કોંગ્રેસે કર્યો જાહેર

admin

Leave a Comment