વડોદરા શહેરના એમ.જી રોડ ઉપર આવેલા ચકાભાઇ જ્વેલર્સમાંથી એક ગઠ્યો ગ્રાહકના સ્વાગમાં આવી સોનાની વીંટી નજર ચૂકવી લઈને ફરાર થઈ ગયો હતો.
વડોદરા શહેરમાં દિવસેને દિવસે ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે,તેવામાં વધુ એક વખત ગ્રાહકના વેશમાં આવેલા એક ગઠિયાએ નજર ચૂકવી સોની સોનાની દાગીનાની ચોરી કરી હતી. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના માંડવી રોડ ઉપર આવેલા ચકાભાઇ જ્વેલર્સમાંથી એક ગઠ્યો વીંટી ખરીદવાના બહાને શોરૂમમાં આવ્યો હતો અને સેલ્સમેનની નજર ચૂકવી આશરે 75 હજારની કિંમતની સોનાની વીંટીની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ થતા જ હરણી રોડ ઉપર રહેતા જ્વેલર્સના મેનેજર જયરાજ રાજપૂતે સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સીટી પોલીસે ફરિયાદના આધારે ગઠીયાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

