40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસીની કામગીરી ઝડપી પૂર્ણ કરવા સૂચન આપતા જિલ્લા કલેકટર

જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં યોજાઈ હતી.

બેઠકમાં અન્ન સલામતિ કાયદા અન્વયે પુરવઠાની ઉપલબ્ધિ અને ઈ-કેવાયસી અંગે ચર્ચા કરવા આવી હતી. સાંસદ તથા ધારાસભ્યઓએ નાગરિકોને પુરવઠો ઉપલબ્દ થાય એ રીતે જાહેર વિતરણ વ્યવસ્થા કરવા જરૂરી સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જાહેર વિતરણ વ્યવસ્થાની વિગતો આપતા જિલ્લા પુરવઠા અધિકારી અનિલ હળપતિએ જણાવ્યું કે, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ફેબ્રુઆરી માસની ૯૪ ટકા પુરવઠાનું વિતરણ કરી દેવામાં આવ્યુ હતું . આ ઉપરાંત તેઓએ જિલ્લામાં માર્ચ મહિનામાં ડોર સ્ટેપ ડીલીવરી મારફતે વાજબી ભાવની દુકાનોને પોહચાડેલ જથ્થો અને રેશન કાર્ડની ઈ-કેવાયસીની કામગીરીની માહિતી આપી હતી.

જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને અધિકારીઓને વિતરણ વ્યવસ્થા અને દુકાનદરોને પુરતું અનાજ સમયસર મળી રહે તે માટે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત માઈગ્રેસન થયેલા લોકો અનાજ ન લઈ જતા હોય તેમની સર્વેની કામગીરી કરવા સૂચનો કર્યા હતા. રેશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસીની કામગીરી ઝડપી પૂર્ણ કરવા સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં સાંસદ જશુભાઇ રાઠવા, સર્વે ધારાસભ્ય અભેસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, નિવાસી અધિક કલેકટર શૈલેશ ગોકલાણી, જિલ્લા પુરવઠા અધિકારી અનિલ હળપતિ અને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુરના પાદરવાંટ ગામે ટેકરા ફળિયા માંથી વન વિભાગની ટીમે અજગરનું રેસ્ક્યું કર્યું

admin

બોડેલી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, XUV-700 કાર સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે

admin

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કલારાની ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે ચોથો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment