વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી એમજીવીસીએલની કચેરી ખાતે ધસી આવેલા લોકટોળાએ તોડફોડ કરતાં સમગ્ર મામલો બાપોદ પોલીસ મથકે પહોંચ્યો હતો.
પૂર્વ વિસ્તારમાં આવેલી મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે તોડફોડના દ્રશ્ય સર્જાયા હતા.પૂર્વ વિસ્તારની ઘણી સોસાયટીઓમાં છેલ્લા બે કલાક સુધી લાઇટોનો પુરવઠો બંધ રહ્યો હતો. લલાંબો સમય સુધી લાઈટોનો પુરવઠો બંધ રહેતા રહીશો રોસે ભરાયા હતા અને એમજીવીસીએલના કર્મચારી સાથે ઝપાઝપી અને મારામારી કરી હતી.મોટી સંખ્યામાં રહીશોના ટોળાએ એમજીવીસીએલની ઓફિસે આવી અને બારીના કાચની તોડફોડ કરી હતી. બારીના કાચની તોડફોડ તેમજ મારા મારીના દ્રશ્યો સર્જાતા બાપોદ પોલીસ સ્ટેશન ખાતે સમગ્ર મામલો પહોંચ્યો હતો.એમજીવીસીએલ ના કર્મચારીઓએ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.જેને લઈ બાપોદ પોલીસે અજાણ્યા ઇસમોની સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

