આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વ માં ભારતદેશ પ્રગતિ ના પંથે આગળ વધી રહ્યો છે. અને ગુજરાતના માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ માં ગુજરાત અડીખમ રીતે વિકાસ કરી રહ્યું છે. તેના ભાગરૂપે સાવલી તાલુકાના જુના સમલાયા ગામે પ્રાથમિક શાળાને 100 વર્ષ પૂર્ણ થતા તેના સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ રૂ.1,39 લાખ ના ખર્ચે નવિન બનેલ શાળાના ઓરડાઓના લોકાર્પણ અવસરે “શતાબ્દી વર્ષ” ની ઉજવણી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરાયું આ પ્રસંગે શાળાનાં નવનિર્મિત મકાનને લોકાર્પિત કરવામાં આવ્યું. તથા શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ મેવાભાઈ ચૌહાણ પોતાની શિક્ષક તરીકેની કાર્યશૈલી નિષ્ઠા સાથે પુર્ણ કરી નિવૃત્ત થતા સેવા નિવૃત્તિ નો કાર્યક્રમ પણ રાખેલ હતો. આજરોજ તેઓ નિવૃત્ત થયા છે ત્યારે હવે પછીના સમયમાં તેઓ સ્વસ્થ, તંદુરસ્ત રહે તથા પારિવારિક જીવન સુખમય પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી, હેમંતભાઈ માછી, રણજીતસિંહ પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ ના પ્રમુખ,
હિતેન્દ્રભાઈ જોશી, યોગેશભાઈ પટેલ, પ્રવીણભાઈ આહીર, સરપંચ શૈલેષભાઈ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો સહિત ઉપસ્થિત રહ્યા હતા

