36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

દેશના વડાપ્રધાનના જન્મદિવસના પખવાડિયાની ઉજવણી ના ભાગરૂપે નિમિતે પોષણ ઉત્સવ કાર્યક્રમ ઉજવાયો

સાવલી ના ગોઠડા ગામની શાળા અને તાલુકા પંચાયતનાહૉલમાં આઈસીડીએસ વિભાગ અને ખાનગીકંપની ના સહયોગથી “પોષણ ઉત્સવ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

દેશના વડાપ્રધાન ના 75 માં જન્મદિવસની ઉજવણી લોકસેવાના વિવિધ કાર્યક્રમો દ્વ્રારા પખવાડિયા સુધી કરાઈ રહીછે તે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવલી પાસે આવેલ ગોઠડા ગામની ફાતેમાં હાઈસ્કૂલમાં સાવલી-સમલાયા રોડ પર આવેલી જ્યૂબીલેન્ટ કંપની સંચાલિત ભરતીયા ફાઉન્ડેશન અને આઈ,સી,ડી,એસ,શાખા સાવલી 1 ના સહયોગથી કુપોષિત વિદ્યાર્થીઓ ને પોષણકીટ નું વિતરણ કરાયું આઇ.સી.ડી.એસ વિભાગ સાવલી દ્વારા તાલુકા કક્ષાના કાર્યક્રમ નું આયોજન કરાયું હતું સાવલી તાલુકાપંચાયત ના હોલમાં તાલુકા કક્ષાના “પોષણઉત્સવ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવીહતું જેમાં ઇનચાર્જ બાળવિકાસ યોજના અધિકારી ઉપાસના બેન પટેલ દ્વારા લાભાર્થીઓને પોષણ તેમજ નારી સશક્તિકરણ વિશે સમજૂતી આપી. તેમજ THR અને મિલેટ માંથી બનેલ વિવિધ પોષણયુક્ત વાનગીઓનું વાનગી નિદર્શન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં તાલુકવિસ્તરણ અધિકારી, મુખ્ય સેવિકા બહેનો, તેમજ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તથા મોટી સંખ્યામાં લાભાર્થી ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમ ઇનચાર્જ બાળ વિકાસ યોજના અધિકારીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો.

Related posts

મુંબઇની બેન્કના 122 કરોડના કૌભાંડમાં સામેલ મેનેજર વડોદરાથી ઝડપાયો

admin

સ્મશાન ગૃહમાં ઇજારો આપવાની બાબતને લઈને ઉગ્ર રજૂઆત કરીને ઇજારો રદ કરવાની માંગ કરી

admin

સામાજિક કાર્યકર પર કિન્નાખોરી રાખી ધક્કામુક્કી કરીને તેની સામે ખોટી ફરિયાદ કરાઇ હોવાના આક્ષેપ

admin

Leave a Comment