વડોદરામાં ગરીબોના મોઢામાંથી કોળીયો છીનવતા કાળા બજારિયા બેફામ બન્યા ત્યારે સરકારી અનાજ નો જથ્થો સગેવગે કરતા એક ઇસમને ઝડપી પાડયો અને રૂપિયા ૫૦ હજાર નો મુદ્દા માલ કબજે કર્યો તાલુકા પોલીસે……
વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગરીબો નું અનાજ ને સગેવગે કરતા એક ઇસમને ઝડપી પાડ્યો છે ઇસમની પૂછતા જ કરતા કે.સુંદર નામની સરકારી અનાજની દુકાન સિંધરોટ ગામ ખાતે સરકારી દુકાન ચલાવતા મથુરભાઈ રમણભાઈ જારીયા સિંધરોટ રામજી મંદિર ખાતે થી વેચાણ અનાજ લીધું હતું. ઘઉંના 23 કટ્ટા મળી આવ્યા હતા આ ઘઉંનો જથ્થાનું બિલ માંગતા બિલ ન મળતા તાલુકા પોલીસે તેની અટકાયત કરી હતી અને આ સરકારી અનાજ સાથે થ્રી વ્હીલ ટેમ્પા સાથે મળી કુલ કિંમત 50,000 થી વધુ નો મુદ્દા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સમગ્ર મામલો વડોદર પુરવઠા વિભાગ કોઠી કચેરી ખાતે પોહચ્યો છે.

