Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા છેલ્લા અઢી વર્ષથી વિદેશના પ્રવાસે છતાંય આ શિક્ષિકા સામે કોઈ કાર્યવાહી નહીં

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કલેડીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા વિદેશના પ્રવાસે છેલ્લા અઢી વર્ષથી હોવા છતાંય આ શિક્ષિકા સામે કોઈ પગલાં ભર્યા નથી. આદિવાસી વિસ્તારના શિક્ષકો વિદેશ પ્રવાસ જતા રહે છે. તેની જાણકારી શાળાના આચાર્ય અને શિક્ષણ વિભાગને હોવા છતાંય આવા શિક્ષકોને સસ્પેન્ડ ન કરતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

    છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું છેવાડાના કલેડીયા ગામે ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળા આવેલી છે. જયારે 230 થી વઘુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકોનો મહેકમ છે. આ શાળાના શિક્ષિકા બેન પંચાલ સ્વાતિબેન અનિલ કુમાર 1- 1- 2022 ના રોજ ત્રણ માસની રજા મૂકીને ગયા હતા. જયારે તેને અઢી વર્ષનો સમય વીતી ગયો છે. પરંતુ તેઓ પ્રાથમિક શાળામાં આજદિન સુધી નોકરી પર પરત ફર્યા નથી. જયારે શાળામાં પરત ન આવતા શાળાના આચાર્યએ તેઓના વતનમાં નોટીશ મોકલી હોવાની હકીકત જણાવી રહ્યા છે. જયારે શાળાના આચાર્યના જણાવ્યા મુજબ તેઓ વિદેશ જતા રહ્યા છે. અની જાણ અગાઉ શિક્ષણ અધિકારીને કરવામાં આવી હતી. જયારે આદિવાસી વિસ્તારમાં કાગળ ઉપર શિક્ષકની જગ્યા ભરેલી બતાવવામાં આવે છે. જેના કારણે બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. ધોરણ 1 થી 5માં ગુજરાતી વિષયના શિક્ષક હતા. અઢી વર્ષથી આ શિક્ષક વિદેશ જતા રહેતા ગુજરાતી વિષયનો અભ્યાસ બાળકોને કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગુજરાતી વિષયના અભ્યાસથી બાળકો વંચિત રહ્યા છે. જ્યારે હવે આચાર્ય અને શાળાના એસએમસી સભ્યો અને ગ્રામજનો માંગ કરી રહ્યા છે,કે આ શિક્ષિકા ઉપર કાર્યવાહી શિક્ષણ વિભાગ અને તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
     સરકારના નિયમ અનુસાર છ માસ થી વધારે વગર મંજૂરી એ કોઈ પણ સરકારી કર્મચારી ગેરહાજર રહે તેને સસ્પેન્ડ કરી ખાતાકીય પગલાં ભરવાનો નિયમ છે. જયારે અઢી અઢી વર્ષ થી વિદેશ જતા રહેલા શિક્ષકો સામે કેમ પગલાં ભરવામાં નથી આવ્યા તેવો એક સવાલ હૈયા ઉભો થઈ રહ્યો છે. જ્યારે તંત્ર અને શિક્ષણ વિભાગને આ બાબતે જાન હોવા છતાં હજુ સુધી શિક્ષિકા ઉપર કેમ પગલાં ભરવામાં નથી આવ્યા. ત્યારે હવે આ શિક્ષિકા ઉપર ક્યારે કાર્યવાહી કરવામાં આવે છે. એ જોવાનું રહ્યું.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર નગરમાં નવનિર્માણ પામી રહેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનનું છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ નિરીક્ષણ કર્યું.

admin

છોટાઉદેપુરમાં દિવાળી નજીક આવી પરંતુ રંગોળીના ધંધામાં ઓર્ડર આવતો નથી. મંદીનો માહોલ વેપારીઓ ચિંતિત જોવા મળી

admin

નસવાડી તાલુકાના હમીરપુરા પ્રા.શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શૌચાલયની સફાઈ કરી રહ્યા હોવાનો વિડિઓ વાયરલ

admin

Leave a Comment