30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના નવીધરતી બુસ્ટરમાં લીકેજ થવાના કારણે રોડ પર પાણીની નદી વહેતી થઈ

વડોદરાના નવીધરતી બુસ્ટરમાં લીકેજ થવાના કારણે રોડ પર પાણીની નદી વહેતી થઈ હતી, જેના કારણે હજારો લિટર પાણીનો ભારે વેડફાટ થયો હતો. બુસ્ટરની નજીકમાં બે શાળાઓ આવેલી હોવાથી અહીંથી રોજે રોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓની અવરજવર રહે છે.

આ વિસ્તારમાં અલગ અલગ પાણીની લાઇનોના વાલ્વ મુકાયેલા છે અને અઠવાડિયામાં એકવાર તો લીકેજની સમસ્યા સર્જાતી જ હોય છે. લીકેજના કારણે વારંવાર ખોદકામ કરવામાં આવતું હોવાથી શાળાએ આવતાં-જતાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વડોદરામાં પાણીની લાઇનોમાં લીકેજની સમસ્યા સામાન્ય બની ગઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં લોકોને પીવાના પાણીની તંગીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના નિરાકરણ માટે પાલિકા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવે છે, છતાં પણ જમીન પર હકીકત એ છે કે આ સમસ્યા હજુ યથાવત જોવા મળી રહી છે.

Related posts

સાવલી તાલુકાના બહુથા ગામે રામદેવજી મહારાજનો પટોત્સવ અને સમૂહલગ્ન ભવ્ય રીતે યોજાયું

admin

આવતીકાલે નાતાલ પર્વને લઈને ફતેગંજ વિસ્તારમાં આવેલ લાલ ચર્ચ અને રોજરી ચાર્જમાં તૈયારીઓ પૂર્ણતા ના આરે

admin

વડોદરાના સંગમ વિસ્તારમાં કોમ્બિંગ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું

admin

Leave a Comment