Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની કચેરી છોટાઉદેપુર દ્વારા સરદાર બાગ ખાતે શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર દ્વારા આજરોજ તારીખ 20મી જુલાઈ 2024 ને શનિવારે છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને શનિ-રવિ સાંસ્કૃતિક કાર્યક્રમ 2024 યોજાયો હતો. જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપીકાબેન રાણા દ્વારા શાબ્દિક પ્રવચન કરી સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા યુવા વિકાસ વિભાગની કચેરી દ્વારા ઉપસ્થિત મહાનુભવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.


તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા અને છોટાઉદેપુર જિલ્લા મુખ્ય સરકારી વકીલ સોનલબેન દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાના પ્રસંગિક પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે વાસળી વાદક ધર્મેન્દ્રભાઈ વણકર દ્વારા દેશભક્તિ ગીત તેમજ નાના નાના બાળક બાળ કલાકારો દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુક્ત કરી દીધા હતા. આ સાથે કવાંટના નાખલના કલ્પેશભાઈ રાઠવાની ટીમ દ્વારા ખુબ સુંદર આદિવાસી ન્રૃત્યુ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત,મુખ્ય જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ, શહેર મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન જોશી, શહેર સંગઠન મંત્રી મમતાબેન પટેલ, એસએફ હાઈસ્કૂલના ભાવનાબેન તેમજ નગરના નાના નાના બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી કુલ ૧૩ જેટલા વાહનોને ઝડપી પાડ્યા છે.

admin

‘વન નેશન, વન ઇલેક્શન’ના મુદ્દે છોટાઉદેપુર વિધાનસભા ક્ષેત્રમાં એક વિશેષ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું

admin

જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આયુર્વેદિક શાખા છોટાઉદેપુર દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર જેતપુર પાવી ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.

admin

Leave a Comment