કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ગુજરાત થી દીવ પ્રવાસ માં આવેલ એક બસ ખરાબ રોડ રસ્તા માં નાખેલ માટી માં ફસાઈ અડધી પોણી કલાક બાદ ભારે જહેમત બાદ આ ફસાયેલ બસ મહા મુસિબતે માટી નીકળી દીવ માં ખોદકામ ને લઈ ઠેર ઠેર રસ્તાઓ મા ખાડાઓ પડી ગયા છે ચોમાસા દરમિયાન તે ખાડાઓ માટી થી પુરવામાં આવ્યા હતા પરંતુ માટી ચીકણી હોવાથી ત્યાં વરસાદ ને લીધે અનેક ગાડીઓ સ્લીપ પણ થાય છે, તેજ રીતે ઉના તાલુકાના દોણેશ્વર થી વિધાર્થીઓ અને શિક્ષકો પ્રવાસ માં આવ્યા હતા ત્યારે તેઓની બસ આ કાદવ માં ફસાઈ ગય હતી અને વિધાર્થીઓ ને નીચે ઉતારવાની ફરજ પડી હતી ફસાયેલી બસ ને બહાર કાઢવા ડ્રાઈવર એ ભારે મહેનત કરી, સાથે શિક્ષકો, સ્થાનિકો વગેરે એ બસ ને ધક્કો પણ માર્યો પણ બસ નહિ નીકળતા તેને ટ્રેક્ટર વડે ખેંચવાના પ્રયાસ કર્યા બાદ પણ બસ નીકળી ના હતી, ત્યારબાદ ડ્રાઈવર એ જ બસ ને આગળ પાછળ આગળ પાછળ કરી બસ ને મહા મુસીબતે અડધી પોણી કલાક બાદ બહાર કાઢી હતી, ત્યારબાદ વિધાર્થીઓ શિક્ષકો ને રાહત મળી હતી બસ ડ્રાઈવર ને પણ બીજા રોડ પર થી બસ ચલાવવા ની ફરજ પડી હતી,
previous post

