Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં ફાર્મા કંપનીના ગોડાઉનમાં નસીબ અને મધ્યપ્રદેશ પોલીસનું સર્ચ ઓપરેશન

દેશમાં અનેક દવાઓ ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકારની આપેલી મંજૂરી કરતા વધારે ઉટોળન કરવું કે પછી તેની ગેરકાયદે વેચાણ કરવું પણ પ્રતિબંધિત છે. તેવામાં મધ્યપ્રદેશ ખાતે પકડાયેલી દવાઓની તપાસનો રેલો વડોદરા પહોંચ્યો છે. આ તપાસમાં મધ્યપ્રદેશ પોલીસની સાથે NCB (નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની ટિમ પણ વડોદરા આવી તાપસમાં જોડાઈ છે.

મળતી પ્રાથમિક માહિતી અનુસાર વડોદરાના રાવપુરા વિસ્તારમાં મધ્યપ્રદેશ અને નસીબ ની ટિમ દ્વારા ખોલો્રોફીલ્સ બીઓટેચ પવત . લટડ . કંપનીનું ગોડાઉન આવેલું છે. જ્યાં મોડી સાંજે મધ્યપ્રદેશ પોલીસ અને નસીબ ની ટિમ આવી પહોંચી ગુપ્ત તપાસ શરૂ કરી હતી. જોકે આ મામલે તપાસ કરતા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશ ખાતે થોડા દિવસો પહેલા ગેરકાયદે દવાઓનો જથ્થો પકડાયો હતો. જેની તપાસ સંદર્ભે MP પોલીસ અને નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટિમ વડોદરા આવી પહોંચી છે.

એવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે, ખોલો્રોફીલ્સ બીઓટેચ પવત . લટડ કંપની દ્વારા કોડેઈને ફોસફાટે નામની દવા બનાવે છે. જેની ફેકટરી મધ્યપ્રદેશ ખાતે આવેલી છે. કોડેઈને ફોસફાટે દવાનું ઉત્પાદન સરકારની મંજૂરી હોઈ તે પ્રમાનમાંજ કરવાનું હોય છે. તબીબના પ્રિસ્ક્રીપશન વિના આ દવાનું વેચાણ કરવું પણ પ્રતિબંધિત છે.

જોકે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે પણ નસીબ અને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હજી સુધી આ મામલે સત્તાવાર કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી.

Related posts

વડોદરાના કિશનવાડી વુડાના મકાનમાં ચાલતા જુગારધામ પર વારસિયા પોલીસની રેડ 11 ખેલીઓ ઝડપાયા

admin

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સામે વડોદરામાં ઉગ્ર વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર

admin

વડોદરા પોલીસની કડક કાર્યવાહી ! ડીજીટલ એરેસ્ટ ગુનામાં પહેલીવાર પાસા !

admin

Leave a Comment