આ કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓ અને આગેવાનોએ ભાગ લઈને આ મહત્વના વિષય પર ચર્ચા કરી.
છોટાઉદેપુરના ગોકુલધામ રિસોર્ટ ખાતે ‘વન નેશન, વન ઇલેક્શન’ના વિષય પર એક ખાસ ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા સાંસદ જશુભાઈ રાઠવાએ કરી હતી, જ્યારે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત અન્ય નેતાઓ અને વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ગોષ્ઠીમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીના ફાયદા, ગેરફાયદા અને તેની અમલવારી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી.
સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે “વન નેશન, વન ઇલેક્શન એ દેશના વિકાસ માટે એક ક્રાંતિકારી પગલું હોઈ શકે છે. આનાથી સરકારી ખર્ચમાં ઘટાડો થશે અને વહીવટી તંત્ર વધુ કાર્યક્ષમ બનશે. પરંતુ, આ માટે સ્થાનિક સ્તરે જાગૃતિ લાવવી જરૂરી છે, અને આજની ગોષ્ઠી તે દિશામાં એક મહત્વનું પગલું છે.”
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આ પ્રસંગે સ્થાનિક આગેવાનો સાથે ‘વન નેશન, વન ઇલેક્શન’ના વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી. તેમણે ખાસ કરીને આ યોજનાના અમલીકરણ માટે સ્થાનિક સમસ્યાઓ અને પડકારોને ધ્યાનમાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આગેવાનોએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા અને આ યોજનાને સફળ બનાવવા માટે સૂચનો આપ્યા.
સ્થાનિક આગેવાનો “આ યોજના દેશના હિતમાં છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા અને જાગૃતિ ફેલાવવા માટે વધુ પ્રયાસોની જરૂર છે. અમે આ માટે સંપૂર્ણ સહયોગ આપીશું.”
આ ગોષ્ઠીમાં ઉપસ્થિત તમામ નેતાઓ અને આગેવાનોએ ‘વન નેશન, વન ઇલેક્શન’ના અમલીકરણ માટે સકારાત્મક અભિગમ દર્શાવ્યો અને સ્થાનિક સ્તરે જાગૃતિ ફેલાવવાનું આહ્વાન કર્યું. છોટાઉદેપુરના આ કાર્યક્રમે રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી આ ચર્ચામાં એક મહત્વનું યોગદાન આપ્યું છે.

