33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

પ્રાકૃતિક કૃષિ તરફ વળતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો

રંપરાગત ખેતી છોડીને છોટાઉદેપુર જિલ્લાના ખડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે. સેગવાસીમલીગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈરાઠવા વ્યવસાયે શિક્ષક છે. તેઓ નોકરીની સાથે સાથે ખેતી કરીને બે પરિવારોને રોજગારી પૂરી પાડે છે. પ્રકાશભાઈ છેલ્લા આઠ વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. તેઓ ચાર વર્ષથી આધુનિક ટેકનોલોજીથી ખેતી કરે છે તેમજ બે વર્ષ પહેલા તેમણે એકવીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિકકૃષિપદ્ધતિથીડ્રેગનફ્રુટનુંવાવતેરકર્યું છે.

તેમની મુલાકાત દરમિયાન પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે,પરંપરાગત ખેતી કરતા આધુનિક ટેકનોલોજીથી ખેતી કરવાથી ખુબ જ ફાયદો થાય છે. એમાં પણ પ્રાકૃતિકકૃષિ સૌથી ઉત્તમ છે. હું ધીરે ધીરેપ્રાકૃતિકકૃષિ તરફ વળવાનો પ્રયાસ કરી રહ્યો છું. પ્રથમ તબક્કામાં મેં એક વીઘા જેટલી જમીનમાં બે વર્ષ પહેલા પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ડ્રેગનફ્રુટનું વાવેતર કર્યું છે. જેમાં આ વર્ષથી ફળ આવશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, મારી પાસે ડ્રેગનફ્રુટના ૩૦૦ થી વધુ પોલ છે. એક પોલ ઉભો કરવા માટે રૂ.૧૦૦૦ જેટલો ખર્ચ આવે છે. મેં રૂપિયા ત્રણ લાખથીવધુના ખર્ચે ડ્રેગનફ્રુટનું વાવેતર કર્યું છે. ડ્રેગનફ્રુટના છોડની વચ્ચે આંતરપાક તરીકે ચોળીનું વાવેતર કરું છું. જેથી જમીનનો પૂરતો ઉપયોગ થાય અને વધુ આવક મેળવી શકાય. ડ્રેગનફ્રુટમાં ફક્ત જીવામૃત, ઘન જીવામૃત તથા કુદરતી ખાતરનો જ ઉપયોગ કરું છું. રાસાયણિક ખાતર કે પેસ્ટીસાઈડનો ઉપયોગ કરતો નથી તેમ જણાવીનેપ્રકાશભાઈએ આ વર્ષે ડ્રેગનફ્રુટમાં સારો પાકા આવવાની આશા વ્યક્ત કરી હતી.

પ્રકાશભાઈ પ્રાકૃતિક કૃષિ અપનાવવાની સાથે સાથે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે તથા પ્રાકૃતિક કૃષિ કરવાની પદ્ધતિ અંગે માર્ગદર્શન આપે છે. પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસારનીઉત્કૃષ્ઠ કામગીરી બદલ પ્રકાશભાઈનેરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વર્ષ ૨૦૨૧-૨૨ નો પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા એવોર્ડ પ્રાપ્ત થયો છે.

આમ, છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળીને આવક વધારવાની સાથે પ્રકૃતિનાજતનના ભાગીદાર બની રહ્યા છે.

Related posts

સંખેડાના પીપળસટ ગામે ગૌશાળામાં આગ, ઘાસચારો અને લાકડાને નુકસાન

admin

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદી ગામે ચૂંટણીની બબાલમાં ગોળી મારી યુવકની હત્યા

admin

છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસથી સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ

admin

Leave a Comment