Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નીચે પૂરઝડપે આવી રહેલી એસ.ટી. બસે ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા

પૂરઝડપે આવી રહેલી એક સરકારી એસ.ટી. બસે ત્રણ વ્યક્તિઓને અડફેટે લેતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કુલ ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા છે, જેમાંથી એક વ્યક્તિની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચીને તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ કાબૂમાં લીધી હતી અને બસ ચાલક સામે તપાસ હાથ ધરી છે. સાથે જ અકસ્માતને કારણે થયેલા ટ્રાફિક જામને દૂર કરવા માટે ટ્રાફિક ક્લિયર કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ ચાલુ રાખી છે.

https://www.facebook.com/share/r/1CxJh95PVX

Related posts

વડોદરા મહાનગરપાલિકા દ્વારા બુદ્ધિનું પ્રદર્શન પેવર બ્લોક ઉપર ડામર નાખી રોડ બનાવવામાં આવ્યો

admin

વડોદરા શહેરના બાજવા છાણી રોડના મુદ્દે જનતાનો ચક્કા જામ….

admin

ત્રણ ચેન સ્નેચિંગ અને ત્રણ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો

admin

Leave a Comment