ટેકનોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં બીઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી
વડોદરાની M.S.યુનિવર્સિટીમાં ટેકનોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં BE ટેકનોલોજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઇ લીધો અભિષેક શર્મા નામના વિદ્યાર્થીએ એમ વિશ્વેસ રાય હોસ્ટેલના હોલમાં પંખા પર ચાદર બાંધી જીવાદોરી ટૂંકાવી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ હત્યાનું કારણ અકબંધ મૃતક વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર જમ્મુ કાશ્મીરથી અભ્યાસ અર્થે વડોદરા આવ્યો હતો. વિદ્યાર્થીના મોત મામલે પોલીસે હોસ્ટેલના વોર્ડનનું નિવેદન લઇ વધુ તપાસ હાથ ધરી છે.

