41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ક્રાઇમવડોદરાવડોદરા જિલ્લો

ધોરણ-6 માં અભ્યાસ કરતી કિશોરીની ટ્યુશન ક્લાસના શિક્ષકે કર્યા શારીરિક અડપલા

વડોદરાને લાંછન લગાડતો વધુ એક કિસ્સો શહેરના તરસાલી વિસ્તારમાં સામે આવ્યો…


ધોરણ-6 માં અભ્યાસ કરતી કિશોરીના માતા પિતા દ્ધારા પોતાની દીકરીને વધુ અભ્યાસ અર્થે ઘર નજીક આવેલ ખાનગી ટ્યુશન ક્લાસમાં મોકલતા હતા. પરંતુ ખાનગી ટ્યુશનનો શિક્ષક હવસખોર નીકળ્યો અને માસુમ બાળકી સાથે અડપલા કરતા બાળકીની માતાએ હવસખોર શિક્ષક વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઇંગ્લીશ મીડીયમમાં ધોરણ 6માં અભ્યાસ કરતી 11 વર્ષની બાળકી તરસાલી વિસ્તારમાં આવેલા ખાનગી ટ્યુશન ક્લાસમાં છેલ્લા એક વર્ષથી વધુ અભ્યાસ કરવા માટે જતી હતી. ત્યારે હવસખોર નરાધમ શિક્ષક નીતિન દ્ધારા પોતાની હવસ સંતોષવા બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. બાળકીને ખોળામાં બેસાડીને અડપલા કરતા શિક્ષકના કરતુતોની જાણ બાળકીએ ઘરે જઈ માતાને કરી હતી

શિક્ષકની કરતૂત ની જાણ બાળકીની માતાને થતા તેઓ ચોકી ઉઠ્યા હતા અને ટયુશન ક્લાસ પર પહોંચી અભયમની ટીમને બોલાવી ક્લાસના સંચાલકનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ માતાએ આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી અને પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાયદેસરની કાયર્વાહી હાથ ધરી હતી જોકે તપાસમાં ટ્યુશન ક્લાસના સીસીટીવી બંધ હોવાનું સામે આવ્યું હતું.

Related posts

ડભોઇ નર્મદા કેનાલનો રોડ બન્યો મરણ પથારી’ બિસ્માર રસ્તાઓથી વાહનચાલકો ત્રાહિમામ

admin

ડૉ.હેમાંગ જોશી વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ બીજેપી કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ

admin

વડોદરા શહેરના કલાલી બિલ ગામ નજીક આવેલી બિલ કેનાલ રોડ પર કેનાલમાંથી પાણી લીકેજથી રોડ પર પાણી જ પાણી

admin

Leave a Comment