બ્રિજ પર એક સાથે ત્રણ કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
વડોદરા શહેરમાં અકસ્માતનો સિલસિલો અટકી નથી રહ્યો.તેવામાં શહેરના ફતેંગજ વિસ્તારમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.ફ્તેંગજ બ્રિજ પર એક સાથે ત્રણ કાર એકબીજા સાથે ટકરાઈ હતી.અકસ્માતને પગલે બ્રિજ પરથી આગળના રોડ સુધી ટ્રાફિક જામ થયો હતો.બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો અટવાયા હતા.પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયરન્સ કરાવ્યો હતો.અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં થતા વાહન ચાલકોમાં હાશકારો અનુભવાયો હતો.

