શહેરના પૂર્વ વિસ્તારના વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલ ઝારોલા ભવન ખાતે વલ્લભ કુલભૂષણ ગોસ્વામી પૂ.પાદ. 108 શ્રી ગોપાલ લાલજી મહારાજ કામવન વડોદરા વાળા ના સાંનિધ્યમાં માં પ્રભુ કૃષ્ણ ની કેશવ સ્નાન અંગે વૈદિક મંત્રોચ્ચાર સાથેનો પૂજન અર્ચન અનોખો કાર્યક્રમ ભક્તિ સભર યોજાયો .આ કાર્યક્રમમાં 70 થી વધુ લોકોએ પ્રભુ કૃષ્ણ 11 પ્રકારના વિવિધ દ્રવ્યો જેમાં શ્રીકૃષ્ણ ઔષધી સ્નાન ,પંચામૃત કસ્તુરી સ્નાન ,સુવર્ણોઉદક સ્નાન, ઉધ્વતોક, ગભઑદક મેઘોદત, કેસર સ્નાન સર્વાષધિક,૬૮ તીર્થ ,સપ્ત ધાન્ય 11 દ્રવ્યોનો સ્નાન મહિમા નું આયોજન ટીવી ફ્રેમ સીરીયલ કલ્યાણીબેન ઠાકર, બ્રિજેશભાઈ જોષી, હરી સેવાના કમલેશભાઈ શાહ, સંગીતાબેન દેસાઈ , જીતેન્દ્રભાઈ શુક્લા, વિવિધ વૈષ્ણવ સમાજના આગેવાનો વિદ્વાન વડે પ્રભુ શ્રીકૃષ્ણની પૂજા વિધિ કરવામાં આવી હતી એટલું જ નહીં પ્રભુ શ્રીકૃષ્ણના ધોળ, પદ કીર્તન ,ભારે રમઝટ પણ સંગીત કલાવૃંદના યુવા કલાકારો દ્વારા કરવામાં આવી હતી. આમ જન્માષ્ટમી પર્વના પૂર્વાર્ધમાં પ્રભુ શ્રીકૃષ્ણના જીવન ચરિત્રમાં પ્રભુ શ્રીકૃષ્ણને સ્નાન કેવી રીતે કરાય તેનું સુંદર માર્ગદર્શન જોવા મળ્યું . શ્રદ્ધાળુઓએ સમૂહમાં આરતી ઉતારવામાં આવી અને પ્રભુ શ્રીકૃષ્ણને શણગારેલ હિંડોળા માં ઝુલાવીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તિમાં લીન થતા જોવા મળ્યા. પૂજ્ય શ્રી ગોપાલ લાલજી મહારાજ સુંદર કાર્યક્રમ બદલ આયોજકોને મંત્રોચ્ચાર કાર્યક્રમમાં પૂજા વિધિ ઉપસ્થિત તમામ ને શુભમભવતું કલ્યાણસ્તુ એમ શુભઆશીર્વાદ પ્રદાન કર્યા હતા. ઝારોલા ભવન ગોકુલધામમાં ફેરવાયું હતું.

