Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

નવરાત્રી પર્વ નિમિતે ડભોઇમાં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી

ગુજરાતમાં હવે નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે ગરબા આયોજન દ્વારા પણ તળામાર તૈયારીઓની સાથે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

ત્યારે આ વર્ષે ડભોઇમાં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં તાજેતરમાં જ પાકિસ્તાનને દેશ ના આર્મી જવાનોએ ધૂળ ચાટતું કરી દીધું હતું તે ઓપરેશન સિંદૂર ની થીમ ઉપર કામ કરવામાં આવ્યું છે આંખે આખું ગરબા ગ્રાઉન્ડ તિરંગાના રંગોથી ભરી દેવામાં આવ્યું છે સાથે સાથે નો તિલક નો એન્ટ્રીની પરંપરા પર યથાવત રાખી છે.

ડભોઇ એપીએમસી ગ્રાઉન્ડની જો વાત કરવામાં આવે તો 10,000 થી વધારે ખેલૈયાઓ દર વર્ષે ગરબા રમીને માં અંબા ની આરાધના કરે છે ત્યારે આયોજકો દ્વારા પણ ગરબા ખેલૈયાઓને કોઈપણ તકલીફ ન પડે તે માટેની તમામ વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે સાથે સાથે આ વર્ષે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને અનુલક્ષીને પણ ગરબા આયોજન દ્વારા લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય અને ખેલૈયાઓ ગરબા નો આનંદ લઈ શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ નિશુલ્ક ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને કોઈપણ વર્ગના ખેલૈયાઓ પ્રોફેશનલ ગરબા રમી શકે તે માટે આયોજન કરાયું છે

Related posts

અગોરામૉલનું ક્લ્બ હાઉસ ધ્વસ્ત

admin

વડોદરા માં 15 વર્ષ પછી જાણતા રાજાના શો નું આયોજન કરવા માં આવ્યું

admin

કમાટી બાગ ખાતે પ્રાણીઓ પર થતા અત્યાચારોને ઉજાગર કરવા માટે જનજાગૃતિનો પ્રયાસ

admin

Leave a Comment