33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટા ઉદેપુર નગરના હૃદય સમાન કુસુમ સાગર તળાવનું નગરપાલિકા દ્વારા સફાઈ કામની શરૂઆત કરાતા નગરજનોમાં ખુશીની લહેર પ્રસરી


છોટાઉદેપુર નગરની મધ્યમાં રજવાડા સમયથી કુસુમ સાગર તળાવ સ્થિત છે. છેલ્લા લાંબા સમયથી તળાવમાં નફ્ફટ વેલાના કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું. ગંદકીના કારણે આસપાસના રહીશોની સાથે તમામ નગરજનો પરેશાન હતા. નગરની શોભામાં વધારો કરતું તળાવ ગંદકીનું પ્રતીક બન્યું હતું. જેને ધ્યાનમાં લઈને સાંસદ જશુભાઈ રાઠવા,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ દ્વારા તળાવની સાફ સફાઈ માટે રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા તળાવની સફાઈની કામગીરી શરૂ કરાતા લોકોએ રાહત અનુભવી છે. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૨૩-૨૪ અંર્તગત પચાસ લાખના ખર્ચ પાંચ વર્ષ માટે તળાવ સફાઈ કરવાનું કામ આપવામાં આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

Related posts

બરોડા ડેરીની 68મી વાર્ષિક સાધારણ સભા બોડેલી ના અલ્હાદપુરા ખાતે મળી

admin

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવાનું જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરાયું

admin

છોટાઉદેપુર નગર પાલિકા ચૂંટણીને લઇ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ જેમાં 50 જેટલા કાર્યકર્તાઓએ અલગ અલગ વોર્ડ માંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી

admin

Leave a Comment