31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કેટરિંગના કામકાજ બાબતે યુવક અને મહિલા વચ્ચે નંબરની આપ-લે થઈ ખોટી ઓળખ આપીને મહિલા પર દુષ્કર્મ આચર્યું

કેટરિંગના કામકાજ બાબતે યુવક અને મહિલા વચ્ચે નંબરની આપ-લે થઈ હતી લઘુમતિ કોમનાયુવાને ખોટી ઓળખ આપીને મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું સમગ્ર મામલે માજલપુર પોલીસે ગુનો દાખલ થયો હતો જેને લઈને આરોપીની ધરપકડ કરી રિમાન્ડ પુરા થતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો

અજમેરની વિવિધ હોટલમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું, મહિલાને ત્રણ વખત સગર્ભા બનાવી

શહેરના રહેતી ૩૪ વર્ષીય મહિલાને લઘુમતી કોમના યુવાને ખોટી ઓળખ આપીને તેની સાથે વારંવાર દુષ્કર્મ ગુજારતા મહિલા ત્રણ વખત ગર્ભવતી થઈ હતી, તેમ છતા પણ સંબંધ ચાલુ રાખવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ લઘુમતી કોમના યુવાન વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના દક્ષિણ વિસ્તારમાં રહેતી અને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલી ૩૪ વર્ષીય મહિલા ફેબ્રુઆરી-૨૦૨૩માં વાઘોડિયા ખાતે કેટરિંગના કામ અર્થે ગઈ હતી ત્યારે તેને બહેનપણી થકી પ્રતિક પટેલ સાથે સંપર્ક થયો હતો. ત્યારે પ્રતિકે જણાવેલ કે અમારે કેટરિંગ તથા ઈવેન્ટનું કામકાજ હોય તો તમને બોલાવીશ કહીને મહિલાનો મોબાઈલ નંબર લીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ-સંબંધ બંધાયો હતો. મુલાકાત થયાના ૧૫ દિવસ બાદ જ આ પ્રતિક પટેલ મહિલાના ઘરે ગયો હતો અને ત્યાં તેને લગ્નની લાલચ આપીને મહિલા સાથે

દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ પ્રતિક પટેલ મહિલાને વારંવાર અજમેર દર્શન કરવા લઈ જઈને ત્યાં વિવિધ લોજ તથા હોટલમાં રોકાઈને દુષ્કર્મ આચર્યું હતું. અજમેરથી વડોદરા આવતી વખતે બસમાં મહિલાએ પ્રતિક પટેલનું ચૂંટણી કાર્ડ જોતા તેનો ફોટો પાડી લીધો હતો. એક અઠવાડિયા બાદ પ્રતિક મહિલાને મળવા આવ્યો ત્યારે મહિલાએ તેને પોતાનું સાચુ નામ જણાવવા કહેતા તેણે પોતાનું નામ ઈકબાલ રસુલભાઈ પરમાર(રહે, ખેરડા ગામ, કરજણ) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પણ ઈકબાલ પરમાર વારંવાર મહિલા સાથે દુષ્કર્મ ગુજારતો હતો. આ સમય દરમિયાન મહિલા ગર્ભવતી બનતા ઈકબાલ તેને રાવપુરા ખાતેની એક હોસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં તેને મહિલાનું નામ તેની પત્ની તરીકે નોંધાવ્યું હતું.

આ હોસ્પિટલમાં જુન ૨૦૨૩ થી એપ્રિલ ૨૦૨૪ સુધી મહિલાની સારવાર ચાલી હતી, જેમા મહિલા ત્રણ વખત ગર્ભવતી બની હતી.

ઈકબાલ લઘુમતી કોમનો હોવાની

મહિલાને જાણ થઈ જતા મહિલા તેની સાથે સંબંધ નહીં રાખે તેમ લાગતા ઈકબાલે મહિલાને જણાવેલ કે, તું તારા માથાના વાળ કપાવી નાખ નહીં તો તારા પુત્રને મારી નાખીશ. જેથી મહિલાએ ગભરાઈને પોતાના માથાના વાળ કપાવી નાખ્યા હતા. ત્યારબાદ મહિલાએ ઈકબાલ સાથે વાતચીત બંધ કરી દીધી હતી. તેવામાં પાંચ દિવસ અગાઉ ઈકબાલે અજાણ્યા નંબરથી મહિલાને ફોન કર્યો હતો. જો કે મહિલા કામમા હોવાથી ફોન રિસિવ કરી શકી ન હતી. તે પછી અજાણ્યા નંબર પર મહિલાએ કોલ કરતા ઈકબાલે જણાવેલ કે, તું મારી સાથે સંબંધ રાખ, જેથી મહિલા સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. જેથી ઈકબાલે ગાળો આપીને કહેલ કે તું મારી નહીં તો કોઈની પણ થવા નહીં દઉં, હું તને ગમે ત્યાં મળીશ ત્યાં જાનથી મારી નાખીશ તેવી ધમકી

આપી હતી. જેથી મહિલાએ આખરે સ્થાનિક પોલીસ મથકે ઘટાનીની જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી ને ઝડપી પાડવામાં આવ્યો હતો અને રિમાન્ડ પુરા થતા જેલ હવાલે કરવામાં આવ્યો હતો

Related posts

પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાંન્ચ વડોદરા

admin

ડભોઇ તાલુકામાં ‘સફેદ રેતી’નો કાળો કારોબાર ઝડપાયો: ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે

admin

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રજૂ થયેલા રસ્તાના કામો મુદ્દે મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો

admin

Leave a Comment