ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં દારુબંધીનો અમલ કરવામાં નિષ્ફળ રહેલી પોલીસને આયનો બતાવવાનો એક યુવકે પ્રયાસ કર્યો હતો.
વડોદરાના એક સામાજિક કાર્યકરે દારૂની ખાલી બોટલોનો હાર પહેરી પોલીસ ભવન કચેરી પહોંચી ગયો હતો અને દારુબંધીના કડક અમલ થતો હોવાની સુફિયાણી વાતો કરતી વડોદરા પોલીસ સમક્ષ દારુના અડ્ડાઓ બંધ કરાવવા માગ કરી હતી.સામાજિક કાર્યકર દારૂની ખાલી બોટલોનો હાર પહેરીને પોલીસ ભવન પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.દારૂની ખાલી બોટલોનો હાર જોઈ પોલીસ જવાનો પણ સ્તબ્ધ થઇ ગયા હતા.જો કે પહેલા તો પોલીસે કાર્યકરે પહેરેલો દારૂની બોટલોનો હાર ઉતરાવી દીધો અને રજુઆત સાંભળી હતી.જોકે, સામાજિક કાર્યકર જીતેન્દ્ર પરમારે આક્ષેપ કર્યા હતા.

