એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ચાલુ વર્ગ ખંડમાં યુવક યુવતીનો ચુંબન કરતા હોવાનો વીડિયો વાયરલ થતા એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીની આર્ટસ ફેકલ્ટીમાં પરીક્ષા પહેલા વર્ગખંડમાં ઘટના બની હતી.જે શુક્રવારની ઘટના હોવાનું અનુમાન લગાવાયું છે.યુવક યુવતીના ચુંબન કરવાના વાયરલ વીડિયો મામલે આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડો.કલ્પના ગવલીએ નિવેદન આપ્યું હતું કે,આ હરકત ચલાવી નહીં લેવાય,શિક્ષાના ધામમાં હરકત કરનાર યુવક યુવતી સામે કાર્યવાહી કરાશે.બંને યુવક યુવતીની ભાળ મળતા જ રસ્ટીકેટ કરવામાં આવશે.સાથે મોબાઇલ થી વીડિયો બનાવનાર વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી કરાશે અને પરીક્ષા દરમિયાન સુપરવિઝન કરનાર સ્ટાફને નોટિસ આપવામાં આવશે.જ્યારે સમગ્ર મામલે આર્ટ્સ ફેકલ્ટીના ડીનને રજુઆત કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી

