વડોદરા શહેરના માંજલપુરથી GIDC તરફ જવાના માર્ગે મારુતિ ધામ સાઈબાબાના મંદિર પાસે અકસ્માતની ઘટનામાં ચાર વ્યક્તિઓને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
વડોદરા શહેરમાં દિવસેને દિવસે અકસ્માતોના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં રવિવારે મોડી રાત્રે વધુ એક અકસ્માતની ઘટના બની હતી. શહેરના માંજલપુરથી મકરપુરા જીઆઇડીસી તરફના રોડ ઉપર આવેલ મારુતિધામ સાઈબાબાના મંદિર પાસે બે બાઈક ચાલકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા અને 108 ને બોલાવાઈ હતી તાત્કાલિક 108 ની ટીમ ઘટના સાથે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

