વડોદરામાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી હતી,વડોદરાના સયાજીગંજ ટ્રાફિક ચોકી પાસે મોપેડ ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ મોપેડ ચાલકો ફરાર થયા હતા.આ અકસ્માતમાં બાઈક સવારને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા,જોકે આ અકસ્માત જ્યાં થયો હતો તે સયાજીગંજ ટ્રાફિક ચોકી અને એમ એસ યુનિ પાસેનો કટ વાહનચાલકો માટે ભયજનક બની રહ્યો છે જેના પર કદાચ પાસે જ આવેલ ટ્રાફિક પોલીસની નજર પડી નથી!

