Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીના ભાદરવા પોલીસ મથકમાં આરોપીની આત્મહ-ત્યા, સમગ્ર તાલુકામાં ચકચાર

સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકમાં પોલીસ કસ્ટડીમાં રહેલા એક આરોપીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ નિરાલા પ્રસાદ નામનો આરોપી પોલીસ કસ્ટડીમાં હતો. થોડા દિવસ અગાઉ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) વડોદરા દ્વારા તેને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી લાવવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા 25 વર્ષથી ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેને ભાદરવા પોલીસ મથકમાં રાખવામાં આવ્યો હતો.
આ બનાવની જાણ થતાં જ એસડીએમ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એફએસએલ (FSL) ટીમને બોલાવી સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને પગલે સાવલી તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.
પોલીસ તંત્ર દ્વારા આ બનાવ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુના ચોક્કસ કારણો બહાર આવવાની શક્યતા છે.

Related posts

વડોદરાના વાઘોડિયા રોડના સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે આવેલ શિવાંસ રહેતા મકાનમાલિક નો પેરાફીટ વોલ નો સ્લેબ પડતા ચકચાર મચી જવા પામી હતી

admin

પુરપાટ દોડતી સ્કૂલ વર્ધીવાનમાંથી બે બાળકીઓ પડી હતી જેને લઇ ‘પોલીસ એક્શનમાં’

admin

વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે ચામુંડા નગરના ગેરકાયદેસર ઢોરવાડા તોડવાની કાર્યવાહી પાલિકાએ હાથ ધરી

admin

Leave a Comment