વડોદરાની 3 જેટલી શાળાઓમાં બૉમ્બ હોવાનો મેઈલ મળતા જ શાળાઓ બંધ કરી પોલીસ વિભાગની વિવિધ ટિમો સાથે બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્કોવોડની ટીમોએ સઘન ચેકીંગ કર્યું હતું,નવરચના સ્કૂલ સહીત શાળાઓમાં સતત 3 કલાકના ચેકીંગ પછી કાંઈ ન મળતા પોલીસ તંત્રે હાશ અનુભવી હતી સાથે જ ધમકી ભર્યો મેઈલ મોકલનાર કોણ તેની તાપસ કરવામાં આવી રહી છે,ઉલ્લેખનીય છે કે,નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને મળેલા ઇ-મેઇલમાં ટાઈમર બોમ્બ પાઇપલાઇનમાં લગાડવામાં આવ્યું હોવાની ધમકી આપવમાં આવી હતી,પ્રાથમિક જાણકારી મુજબ તમિલનાડુથી આ મેઈલ આવ્યો હતો

