સાગબારા તાલુકાના એક ગામની 8 વર્ષીય બાળકીને દીપડાએ ફાડી નાખી મોતને ઘાટ ઉતારી દેતા સાગબારા પોલીસ મથકે તાલુકાના મોટી સંખ્યામાં લોકો ના ટોળેટોળા એકઠા થઇને પોલીસ મથકે હલ્લો બોલાવ્યો હતો. અને પોલીસ મથકને બાન માં લીધું હતું.
મળતી માહિતી મુજબ સાગબારા તાલુકાના કોલવાણ ગામની 8 વર્ષીત બાળકી શ્રેયલ વિશાલભાઈ વસાવા ઉપર આજે દીપડાએ હુમલો કરી બાળકીને ફાડી નાખી મોત ને ઘાટ ઉતારી હતી.જેના વિરોધમાં મોડી સાંજે સાગબારા પોલીસ મથકે તાલુકામાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને લોક ટોળાઓ ઉમટી પડ્યા હતા અને પોલીસ મથકે હલ્લો બોલાવી બાન માં લીધું હતું. અને એકજ માંગ કરી હતી કે સાગબારા તાલુકામાં વન વિભાગ દ્વારા છોડવામાં આવેલા દીપડાઓને પકડવામાં આવે.સાગબારા પોલીસ મથકે લોકોના ટોળાઓ ના ટોળાઓ એકઠા થઇ સાગબારા નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે 753 બી ઉપર ચક્કા જામ કર્યો હતો.
લોકોના ટોળેટોળાઓએ હાઈવે ઉપર ચક્કાજામ કરી વાહનોને જવા દીધા ન હતા.દીપડાઓ દ્વારા તાલુકામાં કરવામાં આવી રહેલા માનવીય હુમલાઓને કારણે હાલ તાલુકાવાસીઓમા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે વનવિભાગ ,પોલીસ અને વીજ કંપની દ્વારા શુ નિવડો લાવવમાં આવે છે.

