31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

” વિસાવદર આર્ય સમાજ મંદિરે એનસીડી સેલ અને ફ્રી સુપર મેગા આઈ કેમ્પ પૂર્ણ “

વિસાવદર આર્યસમાજ મંદિરે રાજકોટ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ તથા એનસીડી સેલ વિસાવદર સરકારી દવાખાના દ્વારા સેવા યજ્ઞનું દીપ પ્રાગટ્ય કરતા કંજેડૅશ્વર આશ્રમના મહંત શ્રી કાળુભારતી બાપુએ કહ્યું કે સેવા એ જ સાચો માનવ ધર્મ છે , કોઈ જાતના દંભ કે દેખાવ વગર માત્ર દર્દી દેવો ભવઃ આ ભાવનાને સાર્થક કરતો વિસાવદર આર્ય સમાજ દ્વારા વિનામૂલ્યે નેત્ર યજ્ઞ થાય છે તે ખરેખર વંદનીય કાર્ય છે , આપણે સહુ આવા સેવા યજ્ઞનૉ લાભ લઈને કાળજીથી કાળજીપૂર્વક આંખોનુ જતન કરીએ એ જ આજની સાચી દરેક દર્દીઓને અમારા તરફથી સલાહ અને શિખામણ છે . અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શ્રી પી.જી. સખરેલીયા નિવૃત્ત પીએ (ભરુચ) કહ્યું કે આ પવિત્ર ભૂમિમાં આંખોનો કેમ્પ અને એનસીડી સેલ સરકારી દવાખાના દ્વારા ડાયાબિટીસ બીપી ની ચકાસણી અને દવાની સેવા ગ્રામ્ય કક્ષાએ થાય છે તે સેવાને બિરદાવેલ હતી એનસીડી શેલના કાઉન્સેલર મનોજભાઈ સોસા , સતિષભાઈ સાકળીયા ઓપરેટર , સેજલબેન ડેર સ્ટાફ નર્સ અને રાજકોટ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના ડોક્ટર શ્રી સીતારામ સાહેબે નેત્ર યજ્ઞમાં કુલ ૧૬૫ દર્દીઑનૉ ભૉજન , કાળા ચશ્મા દવા , લય – જવા પરત મુકી જવા ની સગવડતા સાથે તપાસ થયેલ અને 58 દર્દીઓને વિનામૂલ્યે ફેકો મશીનથી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ ખાતે નેત્રમણી મૂકીને ઓપરેશન કરી આપવામાં આવેલ હતા , કેમ્પને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ ચૌહાણ , મધુભાઈ વાછાણી ,પી.ટી.વૈષ્ણવ , ચંદુભાઈ જાદવ , સવજીભાઈ ગુંદણીયા , હિતેશભાઈ સોઢા , મણીભાઈ રીબડીયા , જેરામભાઈ સંઘાણી , હિતેશભાઈ ગાઠાણી , ડોક્ટર જગદીશભાઈ નિમાવત , કિશોરભાઈ રીબડીયાએ સેવા આપેલ હતી તેમ રવિભાઈ વિઠલાણીની અખબારી યાદી જણાવે છે.

રિપોર્ટર : માધુ ભાઈ ભાલીયા, ઉના

Related posts

વિસાવદર લાયન્સ કલબના વર્ષ ૨૦૨૫/૨૬ ના હોદેદારોનો શપથગ્રહણ સમારોહ “રમ્ય પ્લસ” સંપન્ન.

admin

વિસાવદરના ઝાંજેસર ગામે આમ આદમી પાર્ટીની સભાનું થયું આયોજન

admin

વિસાવદર બી.આર.સી. ભવન ખાતે રિસોર્સ રૂમના દિવ્યાંગ બાળકો દ્વારા રાસોત્સવ સંપન્ન.

admin

Leave a Comment