Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ પડતર માંગણીઓને લઈ આંગણવાડીની બહેનોના મંડાણ, 199 કેન્દ્રો પર કામગીરી ઠપ્પ

ડભોઇ ખેતીવાડી બજાર સમિતિ ખાતે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો; 3 દિવસની હડતાળની જાહેરાત.ડભોઇ શહેર અને તાલુકાની આંગણવાડીની મહિલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓ અને વહીવટી મુશ્કેલીઓને મુદ્દે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. ડભોઇ ખેતીવાડી બજાર સમિતિ (APMC) ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલી આંગણવાડી બહેનોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ આંદોલનને પગલે આગામી ત્રણ દિવસ સુધી શહેર અને તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રોની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિરોધના મુખ્ય કારણો અને માંગણીઓ આંદોલન કરી રહેલી આશરે 400 જેટલી મહિલા કર્મચારીઓની મુખ્ય ફરિયાદો નીચે મુજબ છે ટેકનિકલ સમસ્યાઓ: આંગણવાડીની તમામ કામગીરી હાલમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવે છે. પરંતુ જૂના મોબાઈલ વારંવાર હેંગ થતા હોવાથી અને એપ્લિકેશનમાં સતત ટેકનિકલ ખામીઓ સર્જાતી હોવાથી બહેનો હેરાન પરેશાન છે.નવા મોબાઈલની માંગ: લાંબા સમયથી નવા મોબાઈલની માંગ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.વેતન વધારો: લાંબા સમયથી અટવાયેલા વેતન વધારાના પ્રશ્નોનું હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.ICDS કચેરીનું દબાણ: બહેનોએ જણાવ્યું હતું કે 5 માર્ચથી ઓનલાઇન કામગીરી બંધ રાખવાનો લેખિત નિર્ણય જણાવ્યો હોવા છતાં, ICDS કચેરી દ્વારા કામગીરી કરવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે ડભોઇ તાલુકાના 199 કેન્દ્રો પર કામ કરતા 400 જેટલા કર્મચારીઓ કામગીરીથી અળગા રહેતા પાયાના સ્તરની પોષણ અને શિક્ષણની કામગીરી પર માઠી અસર પડી છે મહિલા કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દ્વારા વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવવામાં આવે, તો આગામી સમયમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. અત્યારે ખેતીવાડી બજાર સમિતિ ખાતે ‘પલાઠી જમાવીને’ બેઠેલી આ બહેનો પોતાની માંગણીઓ સંતોષાય તેની રાહ જોઈ રહી છે.

Related posts

વડોદરા મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે શાલિની અગ્રવાલે સંભાળ્યો ચાર્જ

admin

કોલેરાની અસર વચ્ચે વડોદરાના કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ ખાતે કોલેરાના એક પણ કેસ નોંધાયા નથી !

admin

SSG હોસ્પિટલ ખાતે સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સાઈ પ્રસાદી અન્નક્ષેત્રની સેવા, દાતાશ્રીના સ્મરણાર્થે આયોજન

admin

Leave a Comment