Genius Daily News
રાજકોટ

શ્રી નવાગામ પ્રાથમિક શાળામાં ‘કલરવ’ થીમ આધારિત વાર્ષિક ઉત્સવ યોજાયો

તાજેતરમાં શ્રી નવાગામ પ્રાથમિક શાળામાં ‘કલરવ’ થીમ આધારિત વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી મીનાબેન કાનાણી, નવાગામના સરપંચ શ્રી રાયધનભાઈ ચાવડા, એલિગન્ટ પોલીમર્સના માલિક શ્રી જે. કે. પટેલ તેમજ ગામના આગેવાનો અને ભાઈ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર તાલુકામાં 600 મીટર દોડમાં પ્રથમ ક્રમ મેળવનાર બાવળિયા જલ્પા અને દ્વિતીય ક્રમ મેળવનાર બાવળિયા મમતા, 400 મીટર દોડમાં તાલુકામાં ચોથો ક્રમ મેળવનાર સરવૈયા અનિતા તેમજ લાંબી કૂદમાં સમગ્ર રાજકોટ તાલુકામાં ત્રીજો ક્રમ મેળવનાર મેર જાનવીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત PSE પરીક્ષામાં શાળાના છ વિદ્યાર્થીઓ સફળ થતાં તેમને પણ પ્રમાણપત્ર આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા.

‘કલરવ’ વાર્ષિક ઉત્સવ દરમિયાન બાળકો દ્વારા કુલ 22 કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક નૃત્યો, ભાષણો તેમજ હાસ્ય નાટકોનો સમાવેશ થયો હતો. ખાસ કરીને “બા ભાઈ ક્યાં છે?” નામનું કરુણ અને મંગળ નાટક જોઈ સમગ્ર ગ્રામજનોની આંખો આંસુથી ભીંજાઈ ગઈ હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક ડો. વિરમભાઈ સાંબડે દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય શ્રી મીનાબેન કાનાણીએ શબ્દો દ્વારા સ્વાગત કર્યું હતું અને અંતે શિક્ષક શ્રી રામભાઈ ભગોરા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ માહિતી બાબુભાઈ ડાભીએ આપી હતી.

Related posts

રાજકોટ શહેરમાં પૂરજોશ સાથે મેઘરાજાનું આગમન

admin

રાજકોટ જિલ્લા બામણબોર વિસ્તારમા સતત લાઈટના ધધિયા લોકો પરેશાન

admin

સેન્સાઇ ટેક્નોફાઇટ મટીરીયલ્સ આર્ટ્સ ક્લબ રાજકોટ દ્વવારા દીકરીઓ માટે ત્રિદિવસીય ફ્રી તાલીમ યોજાઈ

admin

Leave a Comment