વડોદરા શહેરમાં વધુ એક હેડ કોન્સ્ટેબલ દારૂના નશાની હાલતમાં હોવાનો વિડીયો વાઇરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો.
ગુજરાતમાં દારૂ બંધીના પોલીસ કર્મીએ જ લીરેલીરા ઉડાવ્યા હોવાનો બનાવ ફરી વડોદરા શહેરમાં સામે આવ્યો હતો. વડોદરા શહેરના ચાંપાનેર પોલીસ ચોકી પાસે એક હેડ કોન્સ્ટેબલ નશાની હાલતમાં ઝડપાયો હતો. જેનો લોકોએ વીડિયો ઉતાર્યો હતો. જોકે લોકો વીડિયો ઉતરતા પોલીસ કર્મચારીએ લોકોના હાથમાંથી મોબાઇલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો સાથે સામે લોકોને પોલીસ કર્મચારી દલીલ કરી ગંદી ગાળો ભાંડતો હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા.

