Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કુત્રિમ તળાવ બનાવી આપવાની માંગણીને લઈ આવેદનપત્ર

વડોદરા સહિત દેશભરમાં આગામી સમયમાં ગણેશ વિસર્જન, નવરાત્રી તેમજ ઉત્તર ભારતીયોનો સૌથી મોટો અને મહત્વનો તહેવાર છઠ્ઠ પૂજા આવી રહ્યો છે. દરેક હિન્દુ ભાઈઓ આ તહેવારોને ધામ ધુમથી તેમજ શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. ત્યારે ગોત્રી, સેવાસી, ભાયલી તથા આસપાસમાં રહેતા ઘણાં ભાવિ ભક્તોને ગણેશ વિસર્જન માટે કે અન્ય હિન્દુ તહેવારોના પૂજાપાઠ માટે ઘણી અગવડ પડતી હોય છે. કેટલીક વાર આસ્થા પણ દુભાતી હોય છે, તેમજ તંત્ર અને ભક્તો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ ઉદભવતી હોય છે. જેને લઇ ગોત્રી, સેવાસી કે ભાયલી વિસ્તારમાં કોઈપણ જગ્યાએ કુત્રિમ તળાવ બનાવી આપવાની માંગણી સાથે આજે કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર, અકોટા ધારાસભ્યને શનિદેવ ફાઉન્ડેશન, ગણેશ મંડળો તેમજ હિન્દુ એકતા સમિતિ ગોત્રીના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી…

કુત્રિમ તળાવ બનવાથી ભક્તો અને નાગરિકોને નવલખી કુત્રિમ તળાવ કે ગોરવા દશામાં તળાવ સુધી જવું નહીં પડે. તંત્ર જો કુત્રિમ તળાવ બનાવી આપશે તો ભક્તો, નાગરિકો તેમજ તંત્રને કામગીરીમાં ખુબ સરળતા રહેશે એવી નાગરિકોએ લાગણી પણ વ્યક્ત કરી છે.

શનિદેવ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ભાવિનભાઈ સોનીએ કહ્યું કે અમારા વિસ્તારમાં ગણેશ વિસર્જન માટે નાગરિકોને, ગણેશ મંડળોને ખુબ મુશ્કેલી પડે છે. ગણેશજીના વિસર્જન માટે એક જ સ્થળે તમામ મંડળો ભેગા થતા હોવાથી ટ્રાફિક પણ ખુબ થાય છે, મુશ્કેલી પણ થાય છે. ત્યારે ગોત્રી, સેવાસી કે ભાયલી વિસ્તારમાં કુત્રિમ તળાવ બનાવી આપવામાં આવે તો ખુબ સારી સુવિધા ઉભી થઈ શકે છે.

Related posts

વડોદરામાં સંગમ સૌરાષ્ટ્રનો માધવપુર ગેરનો મેળો યોજાવા જઈ રહ્યો છે જેને લઈને પાલિકાની બડી કચેરી ખાતે બેઠક મળી

admin

સાવલીમાં હિન્દૂ ધર્મરક્ષા સમિતિ દ્વારા શ્રી રામ નવમી નિમિતે મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા

admin

તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ગ્રામ્યપોલીસના નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતાં માં શાંતીસમિતિની મીટીંગ

admin

Leave a Comment