ડીજીપી વિકાસ સહાયના રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવા ફરજીયાત કરવાના આદેશ, હેલ્મેટ નહી પહેરનાર કર્મચારીઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી. હવે ફરી હેલ્મેટ ન પહેરતા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાના ભાગરૂપે તમામ સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ હેલ્મેટ પહેરવું ફરજીયાત કરાયું છે. જેના કારણે દરેક સરકારી કચેરીઓ પર પોલીસ કર્મચારીઓની તૈનાત કરાયા અને જે કર્મચારીઓએ હેલ્મેટ ન પહેર્યું તેમની સામે કાર્યવાહી કરવામાં આવી.
હેલ્મેટ નહી પહેરવાના કારણે ઘણા લોકોના અકસ્માતમાં મોત નિપજતા હોય છે. ત્યારે સરકાર દ્વારા હેલ્મેટ પહેરવાના કાયદો ફરજિયાત કરવામાં આવતો હોય છે. તેમ છતાં વાહનચાલકો હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરતા નથી. તેમાં મોટાભાગે સરકારી કર્મચારીઓ આ હેલ્મેટના નિયમોને ભંગ કરતા જોવા મળે છે. ત્યારે રાજ્યની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત પહેરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. જેના પગલે તાલુકા સેવા સદન, જેતપુર પાવીમાં કચેરીઓમાં નોકરી પર ટુ વ્હીલર આવતા કર્મચારીઓને હેલ્મેટ પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યુ છે. જેને લઇને આજ સવારથી શહેરની સરકારી કચેરીઓ પર પોલીસ અને ટ્રાફિકના કર્મચારીઓની તૈનાત કરવામાં આવ્યા હતા. જેથી જો કોઇ સરકારી કર્મચારીઓ હેલ્મટ પહેર્યા વિના કચેરી પર આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રીપોર્ટર : વિમલ રાઠવા, જેતપુર પાવી

