Genius Daily News
Uncategorized

ભાજપના સદસ્યતા અભિયાન-2024ના કાર્યકમ અંતર્ગત પ્રદેશ સહ સંયોજક અને અમદાવાદના સાંસદે સંકલ્પભૂમિ ખાતે બાબાસાહેબ ને પુષ્પાંજલિ અર્પિત કરી

ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન-2024અંતર્ગત સંગઠન પર્વમાં શહેરમાં નવા સભ્યો બનાવવાનું અભિયાન શરૂ કરાશે. ત્યારે આજરોજ સદસ્યતા અભિયાન-2024ના પ્રદેશ સહ સંયોજક અને અમદાવાદના સાંસદ દિનેશભાઇ મકવાણા આજે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે સંકલ્પ ભૂમિની મૂલાકાત લીધી હતી અને બાબાસાહેબ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ પ્રસંગે તેમણે પૂર્વ મેયર સુનિલભાઈ સોલંકી દ્વારા સંકલ્પ ભૂમિની જગ્યા તથા વિકાસ કરાયો હતો તે વાત કરી હતી સાથે જ આગામી 23મી સપ્ટેમ્બર ના રોજ સંકલ્પદિન નિમિત્તે વધુમાં વધુ લોકો સંકલ્પ ભૂમિ ખાતે આવે તેવી અપીલ કરાઇ હતી. આ કાર્યક્રમમાં તેમની સાથે વડોદરાના મેયર પિન્કીબેન સોની પૂર્વ મેયર સુનીલ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં

Related posts

ડભોઇ શહેર તાલુકામાં ચોરી કરવા વાહન લઈને ચોરો આવે છે ની અફવા

admin

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળ મેળો સયાજી બાગ ખાતે ખુલ્લો મુકવામાં આવ્યો

admin

“સ્વનિધિ સે સમૃદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત ડભોઇ નગરપાલિકા દ્વારા બેંકર્સ સાથે મિટીંગ યોજાઇ.

admin

Leave a Comment