નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દૈવશક્તિના વિજય માટે નવદુર્ગા, અંબિકા, જગદંબા, ભગવતી ચંડીકા જેવા અનેક નામોથી પૂજીએ છે તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર. આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વડોદરા શહેર માંડવી તીર્થ મેલડી માતા મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં માઈ ભક્તો નું ધોડાપુર ઉમટ્યું સાથે મંદિર પ્રશાસન દ્વારા મેલડી માતા મંદિરે વિશેષ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો સાથે નવરાત્રી દરમિયાન માઇ ભક્તો જે માનતા માંગે છે તેમની માનતા મેલડી માતા પૂર્ણ કરે છે સાથે જ અહીં ભક્તો ખુલ્લા પગે આવતા હોય છે ત્યારે આજે શારદીય નવરાત્રીના પ્રથમ નવરાત્રી એ મોટી સંખ્યામાં માય ભક્તોનો ભોળાપુર હતો અને આ મેલડી માતા મંદિર સવારે છ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે વધુમાં મંદિરના સેવકે જણાવ્યું કે…

