31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

દરજીપુરા ખાતે 3.5 કરોડના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો

પોલીસના ઝોન 4માં આવતા ચાર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 થી 24 દરમિયાન દારૂ ઝડપાયો હતો
વડોદરા તારીખ 14 વડોદરા શહેરના ઝોન 4માં આવતા ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2019 થી 24 દરમિયાન ઝડપાયેલા 3.5 કરોડના દારૂ અને બિયરના જથ્થા પર દરજીપુરા ખાતે બુલડોઝર ફેરવીને વિધિ સર નાશ કરાયો હતો. સ્થળ પર ડીસીપી પન્ના મોમાયા એસીપી એમપી ભોજાણી અને અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઇ હાજર રહ્યા હતા. વડોદરા શહેરના ઝોન 4 વિસ્તારમાં આવતા વારસિયા બાપોદ સીટી અને હરણી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019-24 સુધી 200 થી વધુ દારૂના કેસોમાં કરવામાં આવ્યા હતા. પાંચ વર્ષ દરમિયાન રુ. 3.5 કરોડના હજારો લિટર દારૂ-બિયરના ટિન પર ઝડપાયા હતા. દરજીપુરા વિસ્તારમાં આવેલી ગૌચરની જમીનમાં દારૂનો જથ્થા પર બુલડોજર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ડીસીપી પન્ના મોમાયા એસીપી એમપી ભોજાણી અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઇની હાજરીમાં દારૂ નો નાશ કરાયો હતો. વડોદરા પોલીસ ઝોન 4ના ડિસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે વારસિયા, બાપોદ, સિટી, હરણી પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.સંબંધિત કોર્ટમાંથી આ દારૂના જથ્થાનો નાશ કરવાની પરવાનગી મેળવીને ડીસીપી, એસીપી અને ચારેય પોલીસ સ્ટેશનના પી.આઇ તેમજ નશાબંધી અધિકારીની હાજરીમાં 3.5 કરોડના વિદેશી દારૂના જથ્થાનો દરજીપુરા ગામની સીમમાં આવેલી ગોચર વાળી જમીનમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

Related posts

ભારતીય 4 યુવકોને ઉંચા પગારની ઓફર કરોડોના ફ્રોડ કરાવતા ચાઈનીઝ ઠગોની જાળમાં વડોદરાના બે યુવકો ફસાયા

admin

ભાજપ વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના 150 વર્ષ પૂર્ણ પર નિમિત્તે “સમૂહગાન”નું આયોજન કરાયું

admin

સાવલીમાં દરવર્ષની મુજબ પરંપરાગત સામુહિક ઈફતાર પાર્ટી યોજાઈ

admin

Leave a Comment