છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ખાતે આવેલ શ્રીમતી વી.આર.શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં આવેલ શ્રી નારણભાઈ રાઠવા આનંદ ભવનમાં છોટાઉદેપુર જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના” અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે જેતપુર મુકામે જાગૃતિ રેલી પણ યોજવામાં આવી. જેમાં સ્કૂલ/કોલેજની વિધાર્થિનીઓ રેલી સ્વરૂપે નગરમાં જાગૃતિ અભિયાન ચલાવ્યું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉપદેશ સમાજમાં બાળિકાઓ પ્રત્યેની અસમતા દૂર કરવી અને તેમના હક્કો વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. બાળિકાઓને તેમના સમાન અધિકારો મળી રહે, તેમને શિક્ષણ અને સ્વતંત્રતાના અવકાશ મળે અને ભવિષ્યમાં તેઓ આત્મનિર્ભર બની શકે.
સરકાર દ્રારા અલગ અલગ શાળાઓ અને સમુદાયમાં કેમ્પોનું આયોજન કરી “બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના” સ્ત્રીઓની સુરક્ષા, શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.
અહેવાલ : વિષ્ણુભાઈ રાઠવા, મોટી દુમાલી

