35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

BAPS દ્રારા 130 ઔદ્યોગિક એકમોમાં નૂતન વર્ષે વૈદિક મુહૂર્ત પૂજન વિધિ કરી નિર્વ્યસની જીવન જીવવા વિનંતી કરી

વડોદરામાં બીએપીએસના બાળ વિદ્વાનો દ્વારા 130 ઔદ્યોગિક એકમોમાં નૂતન વર્ષે વૈદિક મુહૂર્ત પૂજન વિધિ કરી માલિક થી કર્મચારી સુધી તમામ ને નિર્વ્યસની જીવન જીવવા પણ વિનંતી કરી હતી.

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાના બાળ પ્રવૃત્તિ વિભાગ દ્વારા નવતર પ્રયોગ રૂપે આ વર્ષે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી જે બાળકો એ 315 સંસ્કૃત શ્લોક ધરાવતો સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કરેલ છે,તેવા બાળ વિદ્વાનો દ્વારા શહેર ના મકરપુરા, નંદેસરી અને સરદાર એસ્ટેટ જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોના માલિકો, વ્યવસ્થાપકો વિગેરે નો સંપર્ક કરી નૂતન વર્ષ નિમિતે લાભ પાંચમ થી શરૂ થતા કારોબાર માટે મહુર્ત પૂજન કરાવવા ની વિનંતી કરતા 130 જેટલા એકમો એ સહર્ષ તૈયારી દર્શાવી હતી.આ અન્વયે પાંચ બાળકો અને 2 કાર્યકરોનું એક વૃંદ એવા 37 વૃંદ દ્વારા તારીખ 26 અને 27 ઓક્ટોબર એમ બે દિવસ માં તમામ 130 એકમો માં બાળકોએ વૈદિક મુહૂર્ત પૂજન વિધિ કરાવી જે તે એકમ ને નવા વર્ષ નો પ્રારંભ કરાવી શુભકામના વ્યક્ત કરી હતી.આમ 75 જેટલા કાર્યકરો અને ત્રણ વર્ષ થી તેર વર્ષ સુધી ની વય ધરાવતા 185 જેટલા બાળકોએ પૂજન વિધિ સાથે માલિકથી કર્મચારી સુધી તમામને નિર્વ્યસની જીવન જીવવા પણ વિનંતી કરી હતી.આ પ્રસંગે અટલાદરા મંદિર ના પૂજ્ય સંતો પણ આ બાળ વિદ્વાનો ને બિરદાવવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ભારતીય 4 યુવકોને ઉંચા પગારની ઓફર કરોડોના ફ્રોડ કરાવતા ચાઈનીઝ ઠગોની જાળમાં વડોદરાના બે યુવકો ફસાયા

admin

વડોદરા શહેરમાં વરસાદમાં નીચા વાળા વિસ્તારોમાં ભરાયા પાણી

admin

બોડેલી મહિલા વિંગ વડોદરા નું સૌ પ્રથમ સ્નેહ મિલન, ફન, મ્યુઝિક મસ્તી ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો.

admin

Leave a Comment