બરોડા ક્રિકેટ એસોસિએશન BCAની 85મી AGM મળી હતી.જેમાં એસોસિએશનના અંદાજે 1900થી 2000 પૈકી મોટાભાગના સભ્યો હાજર રહ્યા છે.
બીસીએની વર્તમાન કમિટી સામે હવે સત્યમેવ જયતે ગ્રુપે બાયો ચડાવી છે. એજીએમ અગાઉ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા વર્તમાન પ્રણવ અમિનના બોર્ડ સમક્ષ અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.આ વચ્ચે નવીન બનાવવામાં આવેલ સત્યમેવ જયતે ગ્રુપના દર્શન બેન્કર, કૌશિક ભટ્ટ, જતીન વકીલ, સંજય પટેલ દ્વારા એજીએમમાં અનેક ધારદાર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.બેઠક શરૂ થતા અગાઉ દર્શન બેન્કરે જણાવ્યું હતું કે, અમે અહીં લડવા માટે નહીં પરંતુ પ્રશ્નોના નિરાકરણ અને નિકાલ માટે ભેગા થયા છીએ.જ્યારે પ્રણવ અમીને જણાવ્યું કે, અમે દરેક કામને ખૂબ હકારાત્મક રીતે લઈ રહ્યા છીએ, એજીએમ માટે જે સવાલ આવ્યા છે તે રૂટીન છે. વર્તમાન બોર્ડ સામે આ વખતે મજબૂત હરીફ જૂથ ઊભું થઈ રહ્યું હોવાથી એજીએમ હંગામી બની હતી.

