35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ચોમાસાની શરુઆત પૂર્વે આજવા સરોવર ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથા પૂજન

દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની શરુઆત પૂર્વે આજવા સરોવર ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણ ની કથા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલમાં એક તરફ દક્ષિણ ભારતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઇ ચૂકી છે અને બે ચાર દિવસમાં આ ચોમાસું મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાતમાં આવી જશે ત્યારે વર્ષોની પ્રણાલી મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના જીવાદોરી સમાન પાણી પૂરું પાડતા આજવા સરોવરમાં ચોમાસામાં પૂરતું પાણી આવે તેમજ વરસાદ સારો રહે, અતિવૃષ્ટિ કે પૂર જેવી કોઇ કુદરતી આફતો શહેરમાં ન આવે તે માટે ભગવાન સત્યનારાયણની કથા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ભગવાન સત્યનારાયણને પ્રાર્થના કરવામાં આવી હતી.શહેરમા જે વિસ્તારમાં પીવાના પાણીની સમસયા છે અથવાતો નવીન લાઇનો નાખવાની છે, જૂની લાઇનો બદલવાની હશે તે કામગીરી પણ પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવામાં આવશે.આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવર ખાતે યોજાયેલી ભગવાન શ્રી સત્યનારાયણની કથા પૂજનમાં વડોદરાના મેયર પિન્કીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મેયર, દંડક,શાસક પક્ષના નેતા, સાંસદ ડો. હેમાંગ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સહિતના મ્યુનિસિપલ કાઉન્સિલરો, પાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

એસ.એન. ફાઉન્ડેશન દ્વારા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 નિમિત્તે એક વિશિષ્ટ યોગ કાર્યક્રમ

admin

ડભોઇ વિધાનસભામાં ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા ની રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા 975 લાખના રોડના વિવિધ વિકાસના કામોને મંજૂરી મળતા પંથકમાં આનંદ

admin

વડોદરા જિલ્લાના વાઘોડિયા GIDCમાં ડોમેક્ષ રોડ પર અકસ્માની ઘટના બની

admin

Leave a Comment