નર્મદા ભવનના પહેલા માળે સેંકડો અરજદારો વહેલી સવારથી આવી પહોંચ્યા ત્યારે ધીમી ગતિએ ચાલતા અરજદારો મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો
વડોદરામાં રેશન કાર્ડનું ઇકેવાયસી કરાવવાની મોકાણ અટકવાનું નામ નથી લઇ રહી. રોજ નર્મદા ભવન પાછળ પર મોટી મોટી કતારો લાગે છે. વિતેલા કેટલાક દિવસોમાં તો લાંબી કતારોમાં ઉભા રહ્યા બાદ સર્વર ધીમી ગતિએ ચાલતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો હવે તો કેવાયસીના કારણે બાળકોનું ભણવાનું પણ બગડી રહ્યું છે. છતાં આ કાર્ય જલ્દીથી પૂર્ણ થાય તેવો કોઇ રસ્તો હાલ જણાતો નથી. આજે તે જ તંત્ર કામના દિવસે સમયસર લોકોને સુવિધા આપી શક્યું નથી. સાથે નર્મદા ભુવન ખાતે અરજદારો વહેલી સવારથી જ લાઈનોમાં ઊભા રહે છે ત્યારે kyc કરાવવા માટે સિનિયર સીટીઝન અને પગના દુખાવાના દર્દી હેરાન પરેશાન થઈ રહ્યા છે અરજદારોએ મીડિયા સમાજ તંત્ર સામે આક્રોશ કર્યો હતો અને જણાવ્યું હતું કે શાળાના બાળકો માટે વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી

