36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે ભારતીય જનતા પાર્ટી ઉજવશે “બિહાર દિવસ”

વડોદરામાં તારીખ 13/04/2025 ના રોજ આ અકોટા સ્ટેડિયમ ખાતે BJP ઉજવશે “ બિહાર દિવસ”, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

વડોદરાના સર્કિટ હાઉસ ખાતે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 13 તારીખે બિહાર દિવસની ઉજવણી કરવામાં હેતુ સાથે પત્રકાર પરિષદનો આયોજન કરવામાં આવ્યું હતું .

વડોદરા શહેરમાં આગામી 13 એપ્રિલના રોજે ભવ્ય રૂપે બિહાર દિવસ સમારોહ નું આયોજન કરવામાં આવનાર છે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાથે રાખી અને તેને સશક્ત બનાવવાના હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે ઐતિહાસિક અને સાંસ્કૃતિક આયોજનના ઉદ્દેશ સાથે વિવિધતાઓમાં એકતા તેમજ સાંસ્કૃતિક સેતુ ના નિર્માણ તથા સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કરવા માટે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે જે અંગેની પત્રકાર પરિષદ આજરોજ વડોદરાના સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી. બિહારના સાંસ્કૃતિક ની ઝાંખી જોવા મળશે જ્યારે બિહારનું પ્રખ્યાત વ્યંજન લિટ્ટી ચોખા પણ આ કાર્યક્રમમાં લોકોનું મન મોહી લેશે, જ્યારે બિહારના લોકપ્રિય લોક ગાયક પણ પોતાના મધુર કંઠે લોકો ને મંત્રમુગ્ધ કરી દેશે. બિહારના પ્રખ્યાત સુપર સ્ટાર ગાયક ગુંજન સિંહ તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ગાયિકા નિશા ઉપાધ્યાય તેમજ હાલ બિહારમાં જેમનો દબદબો છે તેવા અનિલ યાદવ માટી કે લાલ ને આમંત્રિત કરવામાં આવ્યા છે આ લોકોના મનમોહન તેમજ ઉર્જાવાન પ્રદર્શનથી કાર્યક્રમ યાદગાર બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તમામ પદ અધિકારીઓની સાથે બિહાર કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ મનોજકુમારસિંઘ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રાથમિક ઉદ્ભોજન વડોદરા ના યુવા અને શિક્ષિત સંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ કાર્યક્રમની રૂપરેખા અંગે પ્રેસ મીડિયાને સંબોધીયો હતો, પૂર્વ સાંસદ રંજન ભટ્ટ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, વડોદરા ના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની, વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સત્તા પક્ષના દંડક શૈલેષ પાટીલ, બિહાર કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ મનોજકુમારસિંઘ તથા બિહાર સમાજના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનું વડોદરામાં ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું

admin

ગરમીની સિઝન આગ લાગવાના બનાવો કેવી રીતે બચી શકાય તે માટે વેપારીઓને સમજણ આપવામાં આવી

admin

તાલુકા પંચાયત સાવલી કચેરીનો મુખ્યમાર્ગ થી જોડતો રસ્તો ખુબ જ બિસમાર હાલતમાં

admin

Leave a Comment