વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ કારતક સુદ છઠ્ઠના મહાપર્વ નિમિત્તે બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કપૂરાઇ તથા કમલાનગર તળાવ ખાતે છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં તળવ ફરતે મંડપ તથા પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે અહીં સાંજે મહિલાઓએ પાણીના કુંડમાં ઉભા રહી સૂર્ય દેવતાને અર્ધ્ય અર્પણ કરી સૂર્યદેવ તથા છઠ્ઠી માતાનું પૂજન કર્યું હતું તથા રાત્રે અહીં સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બહારથી આવેલા લોકો માટે પણ રહેવા, કપડાં બદલવા તથા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મંગળવારે સવારે સૂર્યોદય સમયે પાણીમાં ઉભા રહી સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરવામાં આવશે અને 72 કલાકના વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવશે. અહીં બંને તળાવોમાં અંદાજે અઢાર હજાર જેટલા લોકો દ્વારા છઠ પૂજા કરવામાં આવી રહી છે.

